વેરાવળ બંદર રોડ પર પ્રતિબંધ હોવા છતાં પરિવહન કરતી છકડો રીક્ષા પર કાર્યવાહી : ૪ રીક્ષા ચાલકો ઝડપાયા
ગીર સોમનાથ તા.ર૦
ગીર સોમનાથ જીલ્લાની એસઓજી પોલીસ દ્વારા વેરાવળ બંદર રોડ પર કાર્યવાહી કરવામાં આવી છે. અને પ્રતિબંધીત પરીવહન કરતી છકડો રીક્ષા સામે કડક પગલા લેતા ચાર રીક્ષા ચાલકોને ઝડપી લેવામાં આવેલ છે. મચ્છીનું પાણી ઢોળાતા આ રોડ ચીકણો બનતો હતો. જેને લઈને વારંવાર અકસ્માતો સર્જાતા હોવાને કારણે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જીલ્લાના એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં ચાર રીક્ષા ચાલકોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


