‘શક્તિમાન’ બ્રાન્ડની તીર્થ એગ્રો ટેકનોલોજી એકમની મુલાકાત દરમ્યાન રાજ્યપાલએ ૧૦૦થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરતાં ‘મેક ઇન ઈન્ડિયા‘ પ્રોડક્શન ‘યુનિટમાં મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને નવીન ટેક્નોલોજી અંગે તલસ્પર્શી માહિતી મેળવી

‘શક્તિમાન’ બ્રાન્ડની તીર્થ એગ્રો ટેકનોલોજી એકમની મુલાકાત દરમ્યાન રાજ્યપાલએ ૧૦૦થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરતાં ‘મેક ઇન ઈન્ડિયા‘ પ્રોડક્શન ‘યુનિટમાં મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને નવીન ટેક્નોલોજી અંગે તલસ્પર્શી માહિતી મેળવી

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. ૧૦
રાજકોટ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  રાજકોટના ભુણાવા સ્થિત ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી ‘શક્તિમાન’ બ્રાન્ડની તીર્થ એગ્રો ટેકનોલોજી કંપનીની મુલાકાત લીધી હતી.
આ તકે રાજ્યપાલ દેવવ્રતજીએ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ, ટ્રેનિંગ સેન્ટર તથા પ્રોડક્ટ નિદર્શન વિભાગની મુલાકાત લઈ કંપનીની સમગ્ર કાર્યપ્રણાલી અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેઓએ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા, નવીન ટેક્નોલોજી, સંશોધન તથા ગુણવત્તા જાળવણી અંગે કંપનીના પ્રતિનિધિઓ સાથે રસપૂર્વક સંવાદ કર્યો હતો.
‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને સાકાર કરતી તીર્થ એગ્રો કંપની રાજકોટમાંથી વિશ્વના ૧ થી વધુ દેશોમાં કૃષિ સાધનોની નિકાસ કરે છે તે જાણીને રાજ્યપાલએ કંપનીની કામગીરીની પ્રશંસા કરી હતી. કંપનીના ચેરમેન અશ્વિન ગોહિલ તથા મેનેજિંગ ડિરેક્ટર હસમુખ ગોહિલે કંપની દ્વારા ઉત્પાદિત ૩૫થી વધુ પ્રકારના એગ્રો ઇક્વિપમેન્ટ તથા વિવિધ વેરિએન્ટ્સ અંગે રાજ્યપાલને વિગતવાર માહિતી આપી હતી.
રાજ્યપાલએ સંસ્થા દ્વારા કરવામાં આવતા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કર્મચારીઓની તાલીમ, ટેક્નિકલ કૌશલ્ય વિકાસ તથા સુરક્ષા માટેના વિવિધ પ્રયાસો અંગે પણ માહિતી મેળવી હતી. ખાસ કરીને કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ નવીન સાધનો વિકસાવવા કંપની દ્વારા કરવામાં આવતા સંશોધન અને પ્રયાસોમાં તેમણે વિશેષ રસ દાખવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંસ્થાના પ્રમુખઓ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું હળની પ્રતિકૃતિ તથા મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર ટીના કલ્યાણ, પ્રાંત અધિકારી-ગોંડલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.