શ્રી કષ્ટભંજનદેવ દાદાને મોરની ડિઝાઇન વાળા જરદોશી વર્કવાળા વાઘા અને ડ્રાયફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા) સાળંગપુર તા.23
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 23 જૂન 2026ના રોજ મંગળવાર નિમિત્તે દાદાનેમોરની ડિઝાઇન વાળા જરદોશી વર્કવાળા વાઘાધરાવવામાં આવ્યા હતા. મંગળા આરતી સવારે 5:30 કલાકે તથા શણગાર આરતી સવારે 7:00 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસનને રંગબેરંગી ગુલાબ, ઓકિર્ડ અને લિલીના સુગંધિત મિક્સ ફૂલો વડે મનોહર શણગારથી સજાવવામાં આવ્યું છે. આ સાથે જ દાદાના ચરણોમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, કિસમિસ અને અંજીરનો ‘ડ્રાયફ્રૂટ અન્નકૂટ‘ ધરાવવામાં આવ્યો છે. જેમાં અનેક હરિભક્તોએ ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


