શું ઓપરેશન સિંદુર વખતે ભારતે પાકિસ્તાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો ?
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯:
શું ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન કિરાણા હિલ્સ પર હુમલો કર્યો હતો ? ગયા વર્ષે ઓપરેશન સિંદૂર પછી આ જ પ્રશ્ન ઉભો થયો હતો. હવે, ફરી એકવાર પ્રશ્ન સામે આવ્યો છે: શું ભારતે પાકિસ્તાનના પરમાણુ સ્થાપનોને નિશાન બનાવ્યા હતા ખરેખર, વાયુસેનાએ પ્રજાસત્તાક દિવસ પર એક વિડીયો બહાર પાડ્યો હતો જેમાં પાકિસ્તાનના સરગોધામાં પરમાણુ મથક પર હુમલો દર્શાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રાફેલ, સુખોઈ, જગુઆર અને તેજસ જેવા ભારતીય જેટના ફૂટેજ પણ શામેલ છે અને ‘ગાડિર્યન્સ ઓફ પીસ‘ જેવા શબ્દો પણ શામેલ છે. ભારતીય વાયુસેનાના વીડિયોમાં ઓપરેશન સિંદૂર દરમિયાન નૂરખાન બેઝ અને અન્ય પાકિસ્તાની લશ્કરી સ્થાપનો પર થયેલા હુમલાની છબીઓ પણ બતાવવામાં આવી છે, અને તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય હુમલાઓએ પાકિસ્તાનને શાંતિની અપીલ કરવાની ફરજ પાડી હતી.


