સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે : આજે સાંજે શપથવિધી

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે : આજે સાંજે શપથવિધી

નવી દિલ્હી તા.૩૧ :
મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમનો રાજકીય વારસો આગળ ધપાવવા તથા પવાર પરિવારને રાજયની દેવેન્દ્ર ફડનવીસ સરકારમાં સ્થાન આપવાની પ્રક્રિયા હવે અંતિમ તબકકામાં છે અને સ્વ.અજીત પવારના પત્ની સુનેત્રા પવારને આજે એનસીપી અજીત પવાર જૂથના વિધાનસભા પક્ષના નેતા પદે ચૂંટી કઢાયા બાદ આજે સાંજે એક સાદા સમારોહમાં તેઓને નાયબ મુખ્યમંત્રી પદે શપથ વિધી કરાશે.
આમ તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. સ્વ. પવાર પરિવારે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વ્યવસ્થા ગોઠવી લીધી છે અને સુનેત્રા પવારે બારામતીની ખાલી થયેલી ધારાસભા બેઠક પર ચુંટણી લડશે તથા તેઓ જે હાલ રાજયસભાના સભ્ય છે તેમાંથી રાજીનામુ આપશે અને તે બેઠક પર સુનેત્રા પવારના પુત્ર પાર્થ પવાર ઉપલા ગૃહમાં સભ્ય બનશે.
સુનેત્રા પવાર ગઈકાલે રાત્રીના જ મુંબઈ પહોંચી ગયા હતા. આ પુર્વે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ તથા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે દોઢ કલાક બેઠક યોજાઈ હતી જેમાં આ ફોમ્ર્યુલા તૈયાર થઈ છે. ૬૨ વર્ષીય સુનેત્રા પવારને હવે નાયબ મુખ્યમંત્રી પદ સાથે કયાં વિભાગો ફાળવાય તેના પર નજર છે.