સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નેતાન્યાહુની એન્ટ્રી થતા જ ૭પ દેશોના વડાઓએ બહિષ્કાર કર્યો
(એજન્સી) ન્યૂયોર્ક તા.૨૫
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું હતું. તેઓ મંચ પર આવતાં જ ૭૫ દેશોના પ્રતિનિધિઓએ હૂટિંગ કરીને તેમનો વિરોધ શરૂ કર્યો અને બહાર જવા લાગ્યા.
આ દરમિયાન નેતન્યાહૂ લગભગ ૩ મિનિટ સુધી શાંત રહ્યા. ત્યારબાદ તેમણે કહ્યું, ભાષણ શરૂ કરતાં પહેલાં હું કહેવા માગું છું કે જો અહીં કોઈ અન્ય કાયર હોય તો તે બહાર જઈ શકે છે. જોકે આ દરમિયાન ગેલેરી નેતન્યાહૂના સમર્થકોથી ભરેલી હતી. તેમણે તાળીઓ પાડીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને ‘અમ યિસરાઇલ ચાઈ’ એટલે કે ‘ઇઝરાયલના લોકો જીવંત છે’ના નારા લગાવ્યા. નેતન્યાહૂએ પોતાના ભાષણમાં ગાઝા, ઈરાન અને લેબનાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીઓનો ઉલ્લેખ કર્યો હતો.


