સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટને લોકોની અદાલત બનાવાશે : ચીફ જસ્ટીસ
નવી દિલ્હી તા.૩૧:
દેશના નાગરિકોને તેમના અધિકારોના રક્ષણ માટે સૌથી મોટી આશા સમાન દેશની સર્વોચ્ચ અદાલત તથા તમામ હાઈકોર્ટે હવે કાનુની ઈમરજન્સી સમયે સપ્તાહના તમામ દિવસ ૨૪ કલાક માટે ઉપલબ્ધ બનશે.
મુખ્ય ન્યાયમૂતિર્ સુર્યકાંતે આ માહિતી આપતા જણાવ્યું કે જો કોઈ નાગરિકને કોઈપણ સમય પછી તે અર્ધરાત્રી કે ગમેતે સમય હોય, તેમની તમામ એજન્સીઓ દ્વારા તેમની ધરપકડનો ભય હોય તો તે નાગરિક સુપ્રીમ કોર્ટ કે બંધારણીય અદાલતની શ્રેણીમાં આવતી દેશની હાઈકોર્ટનો કોઈપણ સમયે સંપર્ક કરી શકે તે વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. ચીફ જસ્ટીસે જણાવ્યું કે નાગરિકને તેના બંધારણીય અધિકારથી સુરક્ષા અને સ્વતંત્રતા માટે આ કાનૂની સહાય મળે તે જોવામાં આવશે. ચીફ જસ્ટીસે જણાવ્યું કે મારી આ વ્યવસ્થાનો હેતુ સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટને લોકોની અદાલત બનાવવાનો છે. નાગરિક કોઈ પણ સમયે અદાલતનો સંપર્ક કરી શકે છે. તેમાં અદાલતના નિશ્ચિત સમયનું બંધન રહેશે નહી. તેઓએ જણાવ્યું કે તેમની પ્રાથમીકતામાં એક વધુને વધુ બંધારણીય ખંડપીઠ રચવાનો છે જે બંધારણીય દ્રષ્ટીએ જે વધતા જતા પેન્ડીંગ અરજીમાં છે તેના નિકાલ લાવી શકાય તેમ કરવા માંગુ છું.


