સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વે દિલ્હીમાં ૧૯ આતંકવાદી ઘુસ્યા : રેડ એલર્ટ

આતંકવાદીઓને ઝડપી લેવા દિલ્હી પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ

સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વે દિલ્હીમાં ૧૯ આતંકવાદી ઘુસ્યા : રેડ એલર્ટ

નવીદિલ્હી,તા.૧૧
આગામી શનિવારે દેશભરમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનો માહોલ બની રહ્યો છે અને લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવશે તથા દેશભરમાં પણ ઉજવણી થશે.
તે વચ્ચે દિલ્હીમાં ૧૯ આતંકીઓ ઘુસી આવ્યાના અહેવાલથી સમગ્ર પાટનગર પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ તમામ આતંકીઓની તસ્વીરો સાથેના પોસ્ટર દિલ્હીમાં લગાવાયા છે અને તેમાં ઈન્ડીયન મુઝાહીદીન, અલ કાયદા અને ખાલીસ્તાની સંગઠન સાથે જોડાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
દિલ્હીના સંવેદનશીલ વિસ્તારો ઉપરાંત રેલ્વે તથા બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો ગોઠવી દેવામાં આવ્યા છે તથા દિલ્હી પોલીસની અલગ અલગ ટીમ આ આતંકીની તલાસમાં જોડાઈ છે.