હાઇજેક એલર્ટ બાદ જયપુરમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
(બ્યુરો) જયપુર તા.૧૪
ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2030નું બુધવારે સવારે જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. માહિતી અનુસાર પાયલટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને હાઇજેકનો કોડ મોકલ્યો હતો. સિક્યોરિટી ઇન્ફોર્મેશન જયપુર ATC સાથે શેર કરવામાં આવી હતી. લગભગ ૪૫ મિનિટ બાદ વિમાનનું જયપુરમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાન લેન્ડ થતાં જ અલગ-અલગ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તપાસ માટે અંદર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.


