હુથીના હુમલાથી સાઉદી અરેબીયામાં ગભરાટ : ૬ શહેરોમાં એલર્ટ

હુથી સામે રક્ષણ મેળવવા સાઉદીના ક્રાઉન પ્રિન્સે ઈઝરાયલની મદદ માંગી

હુથીના હુમલાથી સાઉદી અરેબીયામાં ગભરાટ : ૬ શહેરોમાં એલર્ટ

(એજન્સી)           રિયાધ તા.૧૫:
ઈરાન-અમેરિકા યુદ્ધમાં સેન્ડવીચની જેમ પીસાઈ રહેલા સાઉદી અરેબિયા માટે હવે ઈરાન સમર્થીત હુથી સમુદાય પણ ચિંતાનું કારણ બન્યુ છે તથા રેડ-સી ક્ષેત્રમાંથી પસાર થતી તેની પાઈપલાઈનના દરિયાઈ-સ્ટેશન પર હુમલો થતા ક્રુડતેલ વહન બંધ કરવાની ફરજ પડી છે તો અબહા સહિત સાઉદી અરેબીયાને ૬ શહેરો પર હુથીના ડ્રોન - મિસાઈલ હુમલાનું એલર્ટ અપાયું છે.  સાઉદી નાગરિક સુરક્ષા વિભાગ તાઈફ, જોશ, અબહા, અલ-ઉલા જીજાન અન યાનબૂમાં લોકોને સતત એલર્ટ રહેવા જણાવ્યું છે. ગઈકાલે હુથીના હુમલામાં ૧૩ લોકો ઘાયલ થયા હતા. હુથીના હુમલાથી સાઉદી અરબમાં ગભરાટ ફેલાઈ ગયો છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુથીઓ સામે રક્ષણ આપવા ઈન્કાર કરી દીધા બાદ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સ બીન સલમાને ઈઝરાયલની મદદ માંગી છે. જાેકે ઈઝરાયલે શું પ્રતિક્રિયા આપી છે તે જાણવા મળ્યું નથી.