હરિયાણાના જાણીતા સંત રામપાલજી દ્વારા જરૂરિયાત મંદોને સહાયના કાર્યો ગુજરાત સુધી વિસ્તર્યા

હરિયાણાના જાણીતા સંત રામપાલજી દ્વારા જરૂરિયાત મંદોને સહાયના કાર્યો ગુજરાત સુધી વિસ્તર્યા

અમદાવાદ તા. ૬
જરૂરિયાત મંદોને રોટી કપડા મકાન, લગ્નનો ખર્ચ, ભણવા માટે ફી, પુસ્તકો, દૂર ગામડાઓમાં પીવાનુ પાણી, દવા અને ઓપરેશન વગેરે વિના મૂલ્ય સેવા આપવા માટે હરિયાણામાં ખૂબ ખ્યાતિ પામેલા સંત સંતપાલજીએ તેમની સેવાઓ રાજસ્થાન અને નજીકના બીજા રાજ્યોમાં વિસ્તારી છે. અને ગુજરાતમાં પણ તેમણે તેમનું સેવા કાર્ય ચાલુ રાખ્યું છે. વલસાડ જિલ્લાના મોટી કોરવાડ ગામે પાણી માટે રજળતા લોકો માટે કુવા ઊંડા કરી પાવરફુલ મોટર દ્વારા પાંચ હજાર લીટર પાણી ભરાય તેવી મોટી ટાંકીઓ મુકાવીને ગ્રામજનોને પાણી પૂરું પાડ્યું છે. આ ઉપરાંત વડોદરા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ જિલ્લાઓમાં સંખ્યાબંધ પરિવારોને રાસન સામગ્રી, પાકા મકાનો અને જીવન નિર્વાહ માટે જરૂરી સામગ્રી પૂરી પાડી છે. પુરથી જળમગ્ન થયેલા ખેતરોની હજાર એકર જમીનમાં પાવરફુલ મોટરો, પાઇપો વગેરે સામગ્રી દ્વારા પાણી ખેંચાવી જમીન ખેતીલાયક બનાવવા સહીતની વગેરે સેવાઓ પૂરી પાડી છે. સંત રામપાલજી દ્વારા ચલતી અન્નપૂર્ણા મુહીમ નામની સંસ્થાના સેવાભાવી કાર્યકર વડોદરાના વિરાજ શાહે આપેલી માહિતી મુજબ આ સંસ્થા કે સંત રામપાલજી દ્વારા આ સેવા માટે જાહેર જનતા કે કોઈપણ પાસેથી દાન મેળવવામાં આવતું નથી, પરંતુ સંસ્થાના કાર્યકરો કે શુભેચ્છકો સામે ચાલીને જ કંઈ મદદ કરે છે તેનાથી  અને તેનાથી અને પ્રભુ કૃપાથી સનાતન ધર્મના પ્રચાર માટે મળતી સહાયથી આ કામો ચાલે છે.  ભારતભરમાં આ સેવાને વિસ્તારવાનુ તેમનું લક્ષ છે.