અષાઢી બીજ-રથયાત્રાના પાવન પર્વે શ્રીકષ્ટભંજનદેવને જગન્નાથજી થીમ આધારિત અલૌકિક શણગાર

અષાઢી બીજ-રથયાત્રાના પાવન પર્વે શ્રીકષ્ટભંજનદેવને જગન્નાથજી થીમ આધારિત અલૌકિક શણગાર

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.16
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.16-07-2026ને ગુરૂવારના રોજ પવિત્ર અષાઢી બીજ અને જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે શ્રીકષ્ટભંજનદેવને રથયાત્રાની થીમ પર આધારિત અદ્ભુત અને દિવ્ય શણગાર કરી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસનની આસપાસ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના પરંપરાગત રંગબેરંગી દિવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો હતો. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના હૃદય કમળમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજી બિરાજમાન હોય તેવા અલૌકિક વાઘા અને આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના ચરણોમાં વિવિધ પ્રકારના કઠોળ (મગ, ચણા) અર્પણ કરાયા હતા. સાથે રંગબેરંગી ઓકિર્ડ્સ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. મંદિર ગર્ભગૃહમાં પુરીની રથયાત્રા અને ભક્તોની ભીડની ઝાંખી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ દાદાના આ અદ્ભુત રથયાત્રા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.