આકાશમાંથી આગ વરસી રહી છે : 43.5 ડીગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર

આકાશમાંથી આગ વરસી રહી છે : 43.5 ડીગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર

રાજકોટ, તા.8
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 43.5 ડિગ્રી સુધી નોંધાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધતા તંત્રની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં હિટસ્ટ્રોક લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે ગરમીના કારણે નાના બાળકો વૃદ્ધો અને મહિલાઓને તેમજ અશક્ત લોકોને ગરમી લાગી જતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ ઘટનાઓમાં વધારો થયો છે.
તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનાં વધારાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 10 જેટલા શહેરોમાં ગઇકાલે 40થી 43 ડિગ્રી સુધીનું આકરૂ તાપમાન નોંધાયુ હતું. આજે સૌથી હોટ સીટી 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રહેવા પામ્યું હતું.
જયારે અમદાવાદમાં 43.2, અમરેલીમાં 42.3, વડોદરામાં 41.6, રાજકોટમાં 42.7, સુરતમાં 39.5, જયારે ભાવનગરમાં 40, ભુજમાં 40.6, દાહોદમાં 38.5, દમણમાં 38.2, ડાંગમાં 39, ડિસામાં 42 તથા ગાંધીનગરમાં 43 અને વેરાવળમાં 32.9 તથા પોરબંદરમાં 34.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.