ઉના તાલુકાનાં પાલડી ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલાઓ સહીત કુલ ૧૨જુગારીઓ ઝડપાયા

ઉના તાલુકાનાં પાલડી ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલાઓ સહીત કુલ ૧૨જુગારીઓ ઝડપાયા

ઉના તા. ર૪
રેન્જ ડી. આઇ. જી. પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને ઉના વિભાગના ડીવાયએસપી એમ. એફ. ચૌધરીની સૂચનાથી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પરમાર, દિનેશભાઇ કાનાભાઇ ગોહિલ, વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ, સંજયભાઈ વીરાભાઈ વાળા, અંજુબેન ડાયાભાઈ જાદવએ બાતમીના આધારે ઉના તાલુકાના પાલડી ગામે માતાજીના મંદિર પાસે આવેલ કવિતાબેન મોહનભાઇ સોલંકીના મકાન સામે ખુલ્લા ફળીયામાં અમુક શખ્સો જુગાર રમતા હોય રેડ કરતા જુગાર રમતા અરજણ વીરાભાઈ સોલંકી, જગદીશ ચનાભાઈ બાંભણિયા, ધીરૂ પુનાભાઈ રાઠોડ, ધર્મેશ પુંજાભાઈ સોલંકી, બાલા અરજણભાઈ વાજા, આશિષ જેસાભાઈ સોલંકી, કાના ડાયાભાઈ સોલંકી, ભરત ભીમાભાઇ સોલંકી, પરેશ પરબતભાઈ સોલંકી, કવિતાબેન મોહનભાઈ સોલંકી, ગીતાબેન જેસાભાઈ સોલંકી સહીત કુલ ૧૨ જુગારીઓને રોકડા રૂપિયા એક લાખ ૨૧ હજાર ૪૦૦ સાથે પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.