ગીરગઢડાના પાણખાણ ગામની સીમમાં સિંહબાળનો મૃતદેહ મળ્યો
શરીર ઉપર ઈજાઓના ચિહ્નો જોવા મળ્યા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.13
ગીર ગઢડા તાલુકાના પાણખાણ ગામની સીમમાં બાવળની ઝાડીમાં અંદાજીત એકથી બે વર્ષના સિંહબાળનો મૃતદેહ પડેલ હોય લોકોએ ગીર પૂર્વ વન વિભાગની કચેરી જશાધાર ગીર ગામે જાણ કરતા વન વિભાગ સ્થળ ઉપર પહોંચી સિંહ બાળનો મૃતદેહનો કબજો લઈ જશાધાર એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. સિંહબાળના શરીર પર ઈજાઓના ચિહ્નો જોવા મળ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ઇનફાઇટમાં મૃત્યું થયાનું અનુમાન છે. સાચું કારણ પી.એમ. પછી જાણવા મળશે.


