જૂનાગઢની લો કોલેજમાં "શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન" થિમ પર રોડ સેફટી જાગૃતતા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢની લો કોલેજમાં "શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન" થિમ પર રોડ સેફટી જાગૃતતા કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૯ 
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી- ગાંધીનગર, જિલ્લા રોડ સેફ્ટી સમિતિ- જૂનાગઢ તેમજ જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ-જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનો - ૨૦૨૬‘ ની ઉજવણીના ભાગ રૂપે માર્ગ સલામતી માટેની જાગૃતતા માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. લો કોલેજ ખાતે આયોજિત સેમિનારમાં ‘શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન‘ થિમ પર આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એ.એન. પંચાલે વિદ્યાર્થીઓને મોટર અકસ્માતને નિવારવા અંગે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય, મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ માં દર્શાવેલ અકસ્માત, વીમા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આસિસ્ટન્ટ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એચ.વી.પંડિત દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ વાહનને લગતા નિયમો/સૂચનોની સમજૂતી આપી હતી. જાગૃતતા અભિયાનના રોડ સેફ્ટી નિષ્ણાત પ્રશાંત દેવળીયા દ્વારા રોડ સેફ્ટી માટે કેવા પગલાં ભરી શકાય, વાહન ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ અંગે જણાવ્યું હતું. લો કોલેજના પ્રિન્સીપાલ ડો.પરવેઝ બ્લોચે કેન્દ્રીય સરકાર દ્વારા મોટર અકસ્માતના નિવારવા માટે લીધેલા પગલાં તેમજ રાહવીર યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કેસલેશ સારવાર તેમજ રોડ અકસ્માતમાં પિડીતને મળતા અધિકારોની જાણકારી આપી હતી. સેમિનારના વિદ્યાર્થીઓને મોટર અકસ્માત નિવારવા પ્રોફેસર ડો.કલ્પનાબેન બી. રાઠોડે શપથ લેવડાવ્યા હતા. સેમિનારનું સફળ સંચાલન મુલાકાતી રવિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.