જૂનાગઢમાં લોકશાહી બચાવવો અભિયાન અંતર્ગત કોંગ્રેસનાં ધરણા

જૂનાગઢમાં લોકશાહી બચાવવો અભિયાન અંતર્ગત કોંગ્રેસનાં ધરણા

જૂનાગઢ તા. ૧૭
ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની આગામી ચુંટણીમાં ભાજપ દ્વારા જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે શામ, દામ, દંડ અને ભેદની નિતી અપનાવી અને કોંગ્રેસ પક્ષનાં અનેક ઉમેદવારોનાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવી લીધાનાં ગંભીર આક્ષેપો કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહયા છે. આ કૃત્યુ લોકશાહીની હત્યા બરાબરનું છે તેવા તીવ્ર આક્રોષ સાથે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ હટાવો અને લોકશાહીને બચાવવા માટેનાં અભિયાન અંતર્ગત આજે ઠેર ઠેર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. 
જૂનાગઢ શહેરમાં પણ શહેર કોંગ્રેસ અને જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગાંધીચોક ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ ધરણાના કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જાેષી તેમજ મહામંત્રી વી.ટી. સીડા તેમજ કોંગ્રેસ પક્ષનાં શહેર અને જીલ્લાનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. સ્થાનીક સ્વરાજયની યોજાનાર ચુંટણીમાં ભાજપ દ્વારા કોંગ્રેસનાં ઉમેદવારોને યેનકેન પ્રકારે ફોર્મ ખેંચાવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.