શેરબજારમાં બલ્લે...બલ્લે... સેન્સેકસમાં ર૪૦૦ પોઈન્ટનો ઉછાળો
ટ્રમ્પે ટેરિફ ઘટાડતા અને ભારત-અમેરીકા ટ્રેડ ડીલની પોઝીટીવ અસર
(એજન્સી) નવી દિલ્હી તા.૩ :
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે વેપાર કરાર અને ટેરિફ ઘટાડા અંગે થયેલી ડીલથી ભારતીય શેરબજાર તેજીમાં હતું. સોમવારના રેકોર્ડબ્રેક વધારા બાદ, મંગળવારે બજાર રેકોર્ડ વધારા સાથે ખુલ્યું. ખુલતા જ સેન્સેક્સ ૪,૨૦૦ પોઈન્ટ ઉછળ્યો, જેનાથી મ્જીઈનું માર્કેટ કેપ વધ્યું. સોમવારે બંધ સમયે રૂા. ૪,૫૫,૦૩,૮૭૭.૩૨ કરોડનું માર્કેટ કેપ આજે રૂા. ૪,૭૮,૧૨,૦૧૭.૯૬ કરોડ થયું, જેનાથી રોકાણકારોને એક જ સમયે રૂા. ૨૩ લાખ કરોડ મળ્યા. બજારમાં જાેરદાર તેજી છે. આ લખાય છે ત્યારે, બજારનો
મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ ૮૩૬૭૭ પર ટ્રેડ કરી રહ્યો છે, નિફટી પણ ૨ ૫ ૬૯૨ પર ટ્રેડ કરી રહ્યો છે.સેન્સેક્સ ૨૪૦૦ તો નિફટી ૭૦૦ અપ છે શેરબજારમાં તેજીએ છેલ્લા કેટલાક મહિનાઓનો પડછાયો દૂર કર્યો છે. શેરબજારમાં તેજીથી છેલ્લા કેટલાક મહિનાઓની અનિશ્ચિતતાનો અંત આવે તેવી અપેક્ષા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, ટ્રમ્પના ટેરિફને કારણે બજાર ભારે દબાણ હેઠળ હતું.
રિયલ્ટી, ઓટો અને આઈટી શેરમાં મહત્તમ ખરીદી જોવા મળી રહી છે. નિફટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ ૫% વધ્યો છે. આઈટી અને ઓટો ઇન્ડેક્સ ૪% વધ્યો છે. નિફટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સ લગભગ ૩% વધ્યા છે. નિફટી ૫૦ ના ૪૬ શેર વધ્યા છે અને ૪ ઘટ્યા છે.
બજેટમાં એસટીટી ટેક્સમાં વધારાની જાહેરાત પછી ૧ ફેબ્રુઆરીએ સેન્સેક્સ ૧,૫૪૬ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ગઈકાલે તા.૨ ફેબ્રુઆરીએ સેન્સેક્સ ૯૪૩ પોઈન્ટના વધારા પછી ૮૧,૬૬૬ પર બંધ થયો હતો. આજે, ભારત-અમેરિકા વેપાર સોદાની જાહેરાતને કારણે બજારમાં તેજી છે.


