અમેરિકા HB-1 વિઝા માટે હવે રૂા.૮૮ લાખ ચાર્જ વસુલશે 

અમેરિકા HB-1 વિઝા માટે હવે રૂા.૮૮ લાખ ચાર્જ વસુલશે 

(એજન્સી)       વોશિંગ્ટન તા.૨૦
અમેરિકા હવે H1-B વિઝા માટે ઇં૧૦૦,૦૦૦ (આશરે ૮૮ લાખ રૂપિયા) અરજી ફી વસૂલશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસ ખાતે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ H1-B વિઝા માટે અરજી ફી ૧૦૦,૦૦૦થી ૬૦૦,૦૦૦ રૂપિયા હતી.
વધુમાં "ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ," "ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ," અને "કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ" જેવી સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં અમર્યાદિત રહેઠાણનો અધિકાર આપે છે.
આ ફેરફાર સાથે કંપનીઓ ફક્ત શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને જ અમેરિકા લાવી શકશે. આની સીધી અસર ભારતીય આઇટી વ્યાવસાયિકો પર પડશે. આ ફેરફારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે હાલમાં દર વર્ષે આશરે ૨,૮૧,૦૦૦ લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ તેમાંના મોટા ભાગના લોકો સરેરાશ માત્ર ઇં૬૬,૦૦૦ (લગભગ ૫૮ લાખ રૂપિયા) કમાય છે અને ઘણીવાર સરકારી સહાય પર આધાર રાખે છે.
લુટનિકે કહ્યું, બધી કંપનીઓ H1-B વિઝા માટે ર્વાષિક ઇં૧૦૦,૦૦૦ ચૂકવવા તૈયાર છે. અમે તેમની સાથે વાત કરી છે. જો તમે કોઈને ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છો તો અમેરિકન યુનિવસિર્ટીમાંથી ગ્રેજ્યુએટ થયેલાને જ ટ્રેનિંગ આપો. અમેરિકનોને ટ્રેનિંગ આપો. આપણી નોકરીઓ છીનવી લેવા માટે વિદેશથી લોકોને લાવવાનું બંધ કરો.
લુટનિકના મતે, ગોલ્ડ કાર્ડની ભારે ફી સુનિશ્ચિત કરશે કે ફક્ત સૌથી લાયક અને ટોપ ક્લાસ કર્મચારીઓ જ લાંબા સમય સુધી યુએસમાં રહી શકે છે. તેમણે કહ્યું, "આ સિસ્ટમ પહેલા અન્યાયી હતી, પરંતુ હવે અમે ફક્ત એવા લોકોને જ નોકરી પર રાખીશું, જેઓ ખરેખરમાં લાયક છે."