આવતીકાલે રાજકોટમાં ર૭ વર્ષ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જંગ

આવતીકાલે રાજકોટમાં ર૭ વર્ષ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જંગ

(બ્યુરો)           રાજકોટ તા.૧૩ :
રાજકોટના ક્રિકેટ રસિયાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મહત્વપૂર્ણ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે યોજાવા જઈ રહી છે. આ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે બન્ને ટીમને કાઠીયાવાડી પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ૧૪ તારીખે યોજાનારા આ હાઈવોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઐતિહાસિક મેચ માટે ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોનું ગઈ સાંજે રાજકોટમાં આગમન થયું હતું. ટીમોનું કાઠીયાવાડી પરંપરાગત રીતે ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીમોના આગમનને પગલે શહેરના હોટેલ અને સ્ટેડિયમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેચના એક દિવસ પૂર્વે એટલે કે આજે બપોરે ૧:૩૦ વાગ્યાથી ન્યુઝીલેન્ડની ટીમ અને બાદમાં સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારત જ ટીમ નેટ પ્રેક્ટીસ કરનાર છે.