ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા સિંગાપોરના કાર્ગો જહાજ પર ડ્રોન હુમલો કર્યો : સ્થિતિ ફરી બગડી

ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા સિંગાપોરના કાર્ગો જહાજ પર ડ્રોન હુમલો કર્યો : સ્થિતિ ફરી બગડી

(એજન્સી)   તહેરાન તા.26 :
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તથા 60 દિવસમાં અમલમાં આવનાર પુરી સમજુતી વચ્ચે પણ ઈરાને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા ઓઈલ ટેન્કર-વ્યાપારી જહાજ પર ડ્રોનથી હુમલો કરતા નવા તનાવના સંકેત છે.
લગભગ 100 દિવસ હોર્મુઝ જળમાર્ગ બંધ રહ્યા બાદ અમેરિકાએ નાકાબંધી દુર કરતા તથા ફરી આ જળમાર્ગમાંથી વ્યાપારી જહાજોને સલામત પસાર થવા દેવાશે તેવી ઈરાનની જાહેરાત વચ્ચે સિંગાપોરનો ધ્વજ ધરાવતા ‘એવર-લવલી‘ કાર્ગો જહાજ પર ઈરાને ડ્રોનથી હુમલો કર્યો હતો.
આ જહાજ હોર્મુઝ જળમાર્ગ છોડી રહ્યું હતું તે સમયે જ કોઈ ચેતવણી વગર ડ્રોન દાગવામાં આવ્યુ હતું. જો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પરવા કરવા વગર જ જણાવ્યું કે ઈરાન સમજુતી કરવા આતુર છે.
અમેરિકા તમામ વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. ઈરાને હવે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માંગતા જહાજોને ચોકકસ રૂટ સિવાય જો તે પ્રવાસ કરશે તો સુરક્ષાની ગેરેન્ટી નથી તેવું જાહેર કર્યુ હતું. હોર્મુઝ તથા ઓમાન ગલ્ફ એમ બે માર્ગો પરથી જહાજોનું આવાગમન થઈ રહ્યું છે. પણ ઈરાને બીજા માર્ગ સામે વાંધો ઉઠાવ્યો છે.