એરલાઈન્સ દ્વારા હવાઈ ભાડામાં લૂંટ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
(એજન્સી) નવી દિલ્હી તા.૭
હવાઈ ભાડામાં મનસ્વી પણે વધારો કરતી અને ખાનગી એરલાઈન્સના વધારાના શુલ્ક પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. આ કેસ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચમાં લિસ્ટેડ છે.
કેન્દ્ર સરકારે ૧૭ ઓગસ્ટે કહ્યું હતું કે નવા નિયમોને ૩ અઠવાડિયામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે- ‘તેને સાત દિવસની અંદર પ્રકાશિત કરો. જો એરલાઈન્સ પાલન ન કરી રહી હોય તો તેમને જમીન પર ઊભી કરી દો.‘ આ મામલો ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, જ્યારે ભાડામાં વધારો, હિડન ચાર્જ જેવા મામલા પર એક અરજી દાખલ કરવામાં આવી છે.


