કેશોદનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૧
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા રાયદે પુંજાભાઈ હાજાભાઈ પરમાર નામનો ૫૨ વર્ષનો હિન્દુ ડફેર શખ્સ જંગલી જાનવરનો શિકાર કરવા ગયો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ઈરફાનભાઈ ખીરા અને સુરેશભાઈ વાનરીયાને મળતા પોલીસ કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને પાસ પરમીટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની વાળાની સૂચના મુજબ કરવામાં આવી હતી.


