કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજનો રૂા.પ.૧૭ લાખની કિંમતનો રર,૭પ૦ કિલો ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયો
જૂનાગઢ તા.૧
જૂનાગઢ જીલ્લામાં સરકાર દ્વારા અપાતો રેશનીંગનો જથ્થો બારોબાર વેંચી નાખવામાં આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. આ દરમ્યાન રેન્જ પોલીસ દ્વારા આજે કરવામાં આવેલી મહત્વની કામગીરીમાં કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમમાંથી ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજના જથ્થાનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું હતું. કુલ રૂા.પ,૧૭,પ૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને લઈને ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજના જથ્થાનું વેચાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા જુનાગઢ રેન્જમાં ચાલતી ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા કડક સુચના કરેલ હોય,જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી.ચુડાસમા, બી.ડી.માવદિયા તથા પોલીસ સ્ટાફ પો.સ્ટાફ પો.હેડ કોન્સ હરદેવસીહ અમરસીંહ તથા મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ ભુપતસીંહ ડોલરસીંહ તથા અમીતભાઇ કરશનભાઇ વિગેરે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અગાઉ ખાનગી વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળેલ હોય કે કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમમા સોમનાથ હોટેલની પાસે, ક્રીષ્ના ગેસ પંપની પાછળ વિપુલ ઓટો ગેરેજ નામના ભાડે રાખેલ ગોડાઉનમા સમીર ઉર્ફે સલીમ બોદુભાઇ અગવાન રહે. કેશોદ વાળો પોતાના આર્થીક લાભ સારૂ ગેરકાયદેસર રીતે બહારગામથી ધંઉ ચોખાનો સરકારી સસ્તા અનાજનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સંગ્રહ કરેલ જે જગ્યાએ ખાનગીરાહે વેરીફાઇ કરાવતા સમીર ઉર્ફે સલીમ બોદુભાઇ અગવાન ગેરકાયદેસર રીતે બહારગામથી મંગાવેલ ઘઉ-ચોખાના સરકારી સસ્તા અનાજના બાચકાની હેરફેર કરવાની ગે.કા. પ્રવૃતિ ચાલુ હોય આવી મળેલ ચોકકસ અને આધારભુત બાતમી આધારે જગ્યા વેરીફાય કરતા મજકુર ઇસમને સદરહુ ઘઉ-ચોખાના સસ્તા અનાજના બાચકાની હેરફેર કરતો મળી આવેલ તેમજ સદરહુ જગ્યાએથી ગેરકાયદેસર જેમાં ઘઉ આશરે ૧૦૨૫૦ કિલોગ્રામ તથા ચોખા આશરે ૧૨૫૦૦ કિલોગ્રામ મળી આવેલ જે કુલ રૂ.૫,૧૭,૫૦૦/- નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોપી દેવામાં આવી છે.


