ગુજરાતમાં બાળકો માટે સોશ્યલ મિડીયા પર પ્રતિબંધ મુકવા તૈયારી
(એજન્સી) અમદાવાદ તા.14 :
ગુજરાત સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ પર પ્રતિબંધ કે કડક નિયંત્રણો મુકવાની તૈયારી કરી રહી છે. ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો દ્વારા લેવાયેલા ર્નિણયો તેમજ ભારતના અન્ય રાજ્યો (જેમ કે કર્ણાટક)ના પગલાંથી પ્રેરિત થઈને ગુજરાત સરકારે આ દિશામાં સક્રિયપણે વિચારણા શરૂ કરી દીધી છે.
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ઓસ્ટ્રેલિયાના ર્નિણયને વડાપ્રધાન મોદીના તાજેતરના સમર્થનથી પ્રેરણા લઈને, ગુજરાત સરકારે રાજ્યના શાળાના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે એક માળખું વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.
ઓસ્ટ્રેલિયાના ર્નિણયની વડાપ્રધાન દ્વારા પ્રશંસા બાદ રાજ્ય સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને AI ના ઉપયોગને કેવી રીતે પ્રતિબંધિત કરવો તે શોધવાનું શરૂ કર્યું છે, કારણ કે બાળકોના જ્ઞાનાત્મક વિકાસ પર વધુ પડતા સ્ક્રીન સમય અને AI પર ર્નિભરતાની અસર અંગે ચિતા છે, રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી.


