ગુરુગ્રામમાં કાર ડિવાઈડર સાથે અથડાતા જજની પુત્રી સહિત 5 ના મોત.
દિલ્હીથી નીકળેલી એક કાળા રંગની થાર કાર જે જેના રજીસ્ટ્રેશન નંબર UP 81 CS 2319 છે તે આજ રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામમાં એક ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર 6 લોકોમાંથી 2 યુવાનો અને ૩ યુવતીઓના તત્કાલ મૃત્યુ પામ્યા હતા જયારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે જેને મેદાન્તા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મૃતક યુવતીઓમાં એક રાયબરેલીના જજ ચંદ્રમણિ મિશ્રાની પુત્રી પ્રતિષ્ઠા મિશ્રા હોવાનું માલુમ પડયુ છે. સમગ્ર ઘટનાની જાણ થતા ગુરુગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોચીને મૃતદેહોનો કબજો મેળવીને CCTV ફૂટેજ નાં આધારે તપાસ હાથ ધરી છે.


