છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર અમેરીકાએ હુમલો કર્યો : ઈરાને વળતો પ્રહાર કર્યો

છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર અમેરીકાએ હુમલો કર્યો : ઈરાને વળતો પ્રહાર કર્યો

કુવૈત, તા.28: 
આજની વહેલી સવાર મધ્ય-પૂર્વ માટે લોહિયાળ સાબિત થઈ છે. ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા બંદર અબ્બાસ એરપોર્ટ નજીક અમેરિકી સૈન્યએ ઓચિંતો હુમલો કરી ઈરાનના ત્રણ ડ્રોનને હવામાં જ ફૂંકી માર્યા હતા. અમેરિકાએ આ હુમલાને રક્ષણાત્મક કાર્યવાહી ગણાવી દાવો કર્યો હતો કે ઈરાન ચોથું ડ્રોન લોન્ચ કરવાની તૈયારીમાં હતું, જે તેમના દળો માટે જાેખમી હતું. આ હુમલાએ બંદર અબ્બાસના નૌકાદળના અડ્ડાની આસપાસના વિસ્તારને ધ્રુજાવી દીધો હતો અને વર્ષોથી ચાલી રહેલા તણાવને એકાએક વિસ્ફોટક વળાંક આપી દીધો છે.
અમેરિકાના આ આક્રમણના ગણતરીના કલાકોમાં જ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ ઓપરેશન રિવેન્જ શરૂ કર્યું હતું. સવારે 4:50 વાગ્યે ઈરાને કુવૈત સ્થિત યુએસ એરબેઝ પર મિસાઈલો અને સશષા ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો. કુવૈતે આ હુમલાની પુષ્ટિ કરતા સમગ્ર પંથકમાં ઈમરજન્સી જાહેર કરી છે. IRGCએ સત્તાવાર નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે જાે અમેરિકા ફરી આવી ભૂલ કરશે, તો તેમનો આગામી પ્રતિસાદ તેનાથી પણ વધુ ઘાતક અને નિર્ણાયક હશે. આ વળતા હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાન હવે રક્ષણાત્મક મોડ છોડીને સીધા પ્રહારની નીતિ અપનાવી રહ્યું છે.