જૂનાગઢમાં ટોરેન્ટ ગેસ કંપની ખાતે મોકડ્રીલ યોજાઈ
જૂનાગઢ તા. ર૮ : અચાનક આવી પડતી આફત સામે કઈ રીતે સંરક્ષાત્મક અને સ્વબચાવ માટેનાં પગલા લઈ શકાય તે માટેની પુર્વ તૈયારી રૂપે ટોરેન્ટ ગેસ કંપની ખાતે મોકડ્રીલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખામધ્રોળ ચોકડી ખાતે આવેલ ટોરેન્ટ ગેસ પંપ પર આ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ૧૦૮નો સ્ટાફ અને ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહયો હતો. ટોરેન્ટ ગેસ પર દુર્ઘટના સર્જાય તો કેવી રીતે બચાવ થઈ શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.



