બહાઉદીન વિનયન કોલેજ જૂનાગઢ ખાતે ઉમાશંકર જાેશીની જન્મજયંતિની ઉજવણી

બહાઉદીન વિનયન કોલેજ જૂનાગઢ ખાતે ઉમાશંકર જાેશીની જન્મજયંતિની ઉજવણી

જૂનાગઢ, તા.27
બહાઉદ્દીન વિનયન કૉલેજ, જૂનાગઢના ગુજરાતી વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના સયુંકત ઉપક્રમે તા.25/07/2026ના રોજ ઉમાશંકર જાેશીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉમાશંકર જાેશીના સાહિત્યને સાહિત્ય અને સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ મુલવવામાં આવ્યા હતા. ઉમાશંકર જાેશીના સાહિત્યમાં સમાજિક પ્રશ્નો, દબાયેલ વર્ગની વેદના અને સ્ત્રીઓના પ્રશ્નો કઇ રીત રજૂ કર્યા તેમજ પ્રશ્નોની વર્તમાન સમયે ઉચિતતાની વાત કરવામાં આવી હતી.
ઉમાશંકર જાેશીના જીવન વિશે વાત રાઠોડ પ્રિયંકાબા જી.(T.Y.B.A.ગુજરાતીના વિદ્યાર્થિની) કરી હતી, ‘જઠરાગ્નિ’ કાવ્યમાં પીડિત વર્ગની વ્યથાની વાત ડો. મેઘરાજસિંહ જાડેજાએ કરી હતી, ઉમાશંકર જાેશીની વાર્તાઓમાં રજૂ થતી સામાજિક સમસ્યાઓની વાત ડો. ગૌરાંગ જાનીએ કરી હતી, ઉમાશંકર જાેશીના એકાંકીઓમાં સ્ત્રીઓની સમસ્યા ગઇ કાલ અને આજ વિષય પર ડો. હરેશ વરૂએ ચર્ચા કરી હતી. ‘વિશ્વશાંતિ’ કાવ્યનો આસ્વાદ ડો. ચંદ્રકાંત વણકરે કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડો. જે. આર. વાંઝા સાહેબના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.