જૂનાગઢ સહિત જીલ્લામાં જુગાર અંગે વ્યાપક દરોડાઓ - ર૦ મહિલા સહિત ૬૯ જુગારી ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢ સહિત જીલ્લામાં પોલીસે જુગાર અંગે વ્યાપર દરોડાઓ પાડી ર૦ મહિલા સહિત ૬૯ જુગારીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસે મધુરમ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ધનબાઈબેન ગોવીંદભાઈ બકોત્રા, કંચનબેન નારણભાઈ કરગઠીયા, મનીષાબેન દિવ્યેશભાઈ ગોસ્વામી, મનિષાબેન રામભાઈ ગરચર, જયોત્સનાબેન ભીખાભાઈ ગીરનારા, ઉષાબેન શૈલેષભાઈ ટાટમીયા, સોનલબેન જગમાલભાઈ ચંદ્રવાડીયા, ઉષાબેન મહેશભાઈ ધરસેંડા, મધુબેન દિનેશભાઈ મકકા, હંસાબેન ભીખુભાઈ કારેથા, જયોત્સનાબેન ઉર્ફે જયોતીબેન સુભાષભાઈ બકોત્રાને રૂા.૧૬૭૮૦ રોકડ સહિત નાલના ૧૧૦૦ મળી કુલ રૂા.૧૭૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપેલ જયારે હરેશ અરવીંદ ડોકલ નાસી છુટતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે. વિસાવદર પોલીસે ચાપરડા ગામે શરમાળીયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કેતન સુકન ભાષા, રમેશ દેવા ભાષા, ભરત ભીખા ભાષા, જીતેન્દ્ર ધીરૂ પટોળીયા, અરવીંદ વીરા ભાષા, સુનીલ નાનજી ચારોલીયા, રોહીત નાનજી ચારોલીયાને રૂા.૧૦રર૦ના મુદ્દામાલ સાથે જયારે અન્ય દરોડામાં વિસાવદર પોલીસે લેરીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હિમત ગોરધન આંત્રોલીયા, પ્રકાશ દેવા વિકમા, ચંદુ બચુ જાેટંગીયાને રૂા.૧૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે ભરત રાજા પાટડીયા, સુરેશ રાઘવ પાટડીયા, ભુપત બચુ પાટડીયા નાસી છુટતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસાવદર પોલીસે ભુતડી ગામે જાહેરમાં જુગાર રમતા અતુલ ભીખુ ચીરોયા, સંજય મધુ ચીરોયા, દિનેશ પોપટ વેકરીયા, પ્રવીણ ભુરા રાદડીયા અને બાબુ ઉર્ફે યોગેશ ઉકા હપાણીને રૂા.પ૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. જૂનાગઢ તાલુકા પોલીસે ગોલાધર ગામે ભનુભાઈ જસવંતભાઈ પાઘડારની વાડીને જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી ભનુભાઈ પાઘડાર સહિત જુગાર રમવા આવેલ હીતેષ ભીનજી ડોબરીયા, વિજય ધીરૂ બામરોલીયા, ચંદ્રકાંત જમન લુઘાણી, જગદીશ અરજણ દ્રાંગા, હીતેષ કાંતી રાબડીયા, નટુ બાબુ રાઠોડ, સંજય મયુર સાવલીયા, રમેશ મેણંદ ખટારીયા, કિરણ કરશન ધ્રાંગાને રૂા.૧,૩૩,૬પ૦ રોકડ સહિત નાલના રૂા.૪ર૦૦ મળી કુલ રૂા.૧,૩૭,૮પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. મેંદરડા પોલીસે અમરગઢ ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ જીવરાજ ચુડાસમા, રમેશ ભનુ પરમાર, રવી મગનભાઈ સોલંકી અને રમેશ જીવરાજભાઈ ચુડાસમાને રૂા.૪૩પ૦ના મુદ્દામાલ સાથે જયારે માંગરોળ પોલીસે શિલ્પીન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા કિશ્નાબેન ગૌતમભાઈ જેઠવા, શીતલબેન જીતુભાઈ બાલસ, આરતીબેન ચેતનભાઈ બાલસ, ગીતાબેન હરીશભાઈ ઘોડાદ્રા, જયશ્રીબેન નિરવભાઈ જાેરા, વિજયાબેન જેન્તીલાલ બાલસ, હીરીબેન જીવનભાઈ સવનીયા, કંચનબેન વિનોદભાઈ ચૌહાણ અને પ્રજ્ઞાબેન અશ્વિનભાઈ ચૌહાણને રૂા.૧૬૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. ચોરવાડ પોલીસે બંદર રોડ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા શક્તિભાઈ ભુપેન્દ્ર ચાવડા, ધવલ નંદલાલ ચુડાસમા, વિશાલ ખીમજી વધાવી, ગોવીંદ વેલજી મસાણી, નીલેશ રાજનારયણ પાલ, એજાદ ફારૂક પટેલ, નદીમ નજીર સુમરા, હનીફ આદમ વણાંક, યુનુસ કકદીન કાજી, ધર્મેન્દ્રસીંગ સુરજસીંગ ભોદરીયા, સુપર ઉર્ફે સંજય મનસુખ ફોફંડી, નગીન મોહન ડોરીયા, જય ભરત ફોફંડી, રોહીત ઉર્ફે રોશન મનસુખ કુહાડા, જીજ્ઞેશગીરી વિજયગીરી અપારનાથી, પ્રકાશ પદમશી ચોમલ, હીતેષ મહેન્દ્ર માવદીયા, વિશાલ કમલેશ જેઠવા, વિજય રામજી મરવી અને હર્ષીત જીતેન્દ્ર ચોરવાડીયાને રૂા.૮૯રર૦ રોકડ સહિત ર૦ મોબાઈલ મળી કુલ રૂા.ર,૪૯,૭ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.


