જવામર્દ સ્વ. ગોબરભાઈ પાનસુરીયાની ૩૬મી પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષ દ્વારા વ્યસનમુકિત કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, તા.૩૧
જૂનાગઢમાં પાનસુરીયા કેળવણી વિકાસ ટ્રસ્ટ સંચાલિત જી.એસ.પી. સ્કુલ, સરદાર પટેલ હાઈસ્કુલ તેમજ સેનેટરી ઈંસ્પેકટર ડિપ્લોમાં કોલેજ ખાતે ગોબરભાઇ પાનસુરીયાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વ. ગોબરભાઈનું આજથી ૩૬ વર્ષ પહેલા અકાળે દુ:ખદ અવસાન થતા તેઓના નામથી શૈક્ષણીક સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી. તેઓ એક જવામર્દ, હિંમતવાન અને સેવાભાવી યુવક હતા. શાળાના શિક્ષિકા બહેનો દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરી ભાવગીત, શૌર્યગીત અને ધુન - ભજન વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરીયાએ વિદ્યાર્થીઓને વ્યસનો છોડવા અને પોતાના વાલીઓને વ્યસનો છોડાવવાની શીખ આપી હતી. કાર્યક્રમમાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરીયા, લાયન્સ કલબનાં પ્રમુખ કૃણાલ પરસાણા, રૂપલબેન લખલાણી, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, કમલેશભાઈ પંડયા, લાયન પ્રતિકભાઇ રાબડીયા, લાયન આશિષભાઈ શાહ, લાયન જયદીપભાઈ ખૂંટ ડો. ચિરાગ પાનસુરીયા, લાયન હેમાંગીબેન ત્રિવેદી ડો.અજીત વાછાણી, રોમીલ પાનસુરીયા, અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંચાલક અશ્ચિનભાઈ ઉસદડ, સહ-સંચાલક પારસ પાનસુરીયા,અંકિતાબેન જેઠવા સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સોલંકી ધરા બેન અને કરગટીયા હિરલબેન દ્વારા કરાયું હતું.


