ટ્રેડ યુનિયનોનું આજે ભારત બંધ : બેંક, વિમા, પોર્ટની કામગીરી ઠપ્પ
ચાર શ્રમ કાયદાનો વિરોધ અને સરકારની કામદાર-ખેડુત વિરોધી નિતી સામે ૩૦ કરોડથી વધુ કર્મચારીઓ હડતાલમાં જાેડાયા
(એજન્સી) નવી દિલ્હી તા.૧ર :
કેન્દ્ર સરકાર પર ખેડૂત, કામદાર, વિરોધી અને કોર્પોરેટ તરફી નીતિઓ અપનાવવાના આરોપ સાથે આજે દેશના વિવિધ કામદાર સંગઠનોએ આવેલા હડતાલના એલાનના પગલે બેન્કીંગ, વિજળી, ટ્રાન્સપોર્ટ તથા કેટલાક સરકારી સહિતના વિભાગોમાં કરોડો કર્મચારીઓ કામકાજથી દુર
રહેતા તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.
સંયુક્ત કિસાન મોરચા (જીદ્ભસ્) અને દેશના ૧૦ મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત-અમેરિકા વચગાળાના વેપાર કરાર, કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને નવા શ્રમ કાયદાઓના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે. આ આંદોલનને ૈંદ્ગ્ેંઝ્ર, છૈં્ેંઝ્ર, ઝ્રૈં્ેં અને ૐસ્જી સહિત અનેક રાષ્ટ્રીય સંગઠનો દ્વારા ટેકો આપવામાં આવે છે. સંગઠનોનો દાવો છે કે આશરે ૩૦ કરોડ કામદારો હડતાળમાં જાેડાયા હોવાનો ટ્રેડ યુનિયને દાવો કર્યો છે.
આજની હડતાલને ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનિયન કોંગે્રસ ઉપરાંત સંયુક્ત કિસાન મોરચા અને વિમા તથા વિજ ક્ષેત્રના કર્મચારી સંગઠનો કૃષિ મજદૂર યુનિયન, ડાબેરી તરફી કામદાર સંગઠનો અને કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ પણ આજથી એક દિવસની હડતાલને ટેકો આપ્યો છે.
બેન્કો વિમા કંપનીઓના કામકાજ પુરી રીતે ઠપ્પ થઈ ગયું છે. જો કે ખાનગી ક્ષેત્રોની બેન્કોના કર્મચારીઓ હડતાલથી દુર રહ્યા છે. ગુજરાતમાં બેન્કીંગ-વિમા-વિજ સહિતની સેવાઓને અસર થઈ છે.
ખેડૂત, મજૂર અને કર્મચારી સંગઠનોએ ભારત બંધને સમર્થન આપતા કેન્દ્ર સરકારની નીતિઓ સામે ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે.
ટ્રેડ યુનિયનો દ્વારા ભારત-અમેરિકા વચગાળાના વેપાર કરારનો વિરોધ, ચાર નવા લેબર કોડ રદ કરવાની માંગ, સરકારી સાહસોના ખાનગીકરણનો વિરોધ, જૂની પેન્શન યોજના (ર્ંઁજી) પુન:સ્થાપિત, લઘુત્તમ વેતનમાં વધારો, બાંધકામ અને વીજળી ક્ષેત્રોમાં કામદારોના અધિકારોનું રક્ષણ, કૃષિ કાયદાઓ અને નીતિઓમાં ફેરફારની માંગણી કરી રહ્યા છે.
દેશભરમાં ૩૦ કરોડથી વધુ કામદાર- કર્મચારીઓ આ હડતાલમાં જોડાતા દેશભરમાં વિજ કંપનીઓના અધિકારીએ સતત એલઆઈસી, રાષ્ટ્રીયકૃત બેન્કો આ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પ.બંગાળ-કેરળમાં હડતાલની અસર વ્યાપક જોવા મળી છે. જો કે ભાજપ સમર્થીત ભારતીય સંઘ અને કિસાન સંઘે આ હડતાળમાં જોડાયા નથી. રેલવે, મેટ્રો, એસટી વિગેરે સેવાઓ યથાવત રહી છે.


