ટ્રમ્પ ૧૪-૧પ મેના રોજ ચીનની મુલાકાતે જશે : જીનપીંગ સાથે શીખર મંત્રણા

ટ્રમ્પ ૧૪-૧પ મેના રોજ ચીનની મુલાકાતે જશે : જીનપીંગ સાથે શીખર મંત્રણા

(એજન્સી)      વોશીંગ્ટન તા.૨૬:
વ્હાઇટ હાઉસે બુધવારે જાહેરાત કરી હતી કે યુએસ 
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 
૧૪ અને ૧૫ મેના રોજ 
ચીનની મુલાકાત લેશે. આ 
મુલાકાત મૂળ આ મહિનાના 
અંતમાં થવાની હતી પરંતુ ઈરાન યુદ્ધને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
વ્હાઇટ હાઉસના પ્રેસ 
સેક્રેટરી કેરોલિન લીવિટે ટ્રમ્પની ચીનની બહુપ્રતિક્ષિત 
મુલાકાતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ અને ફસ્ર્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ આ વર્ષના અંતમાં તેમની પરત મુલાકાતમાં વોશિગ્ટન, ડી.સી.માં રાષ્ટ્રપતિ શી જિનપિગ અને તેમની 
પત્ની પેંગ લિયુઆનનું પણ આયોજન કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પ-શીની મુલાકાત વૈશ્વિક આર્થિક અને સુરક્ષા સહયોગ માટે મહત્વપૂર્ણ છે, અને બંને નેતાઓ ટૂંક સમયમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.