તા. ૧ર થી ૧૮ એપ્રિલ દરમ્યાન ગિરનાર રોપ-વે સેવા મેઈન્ટેનન્સ સબબ બંધ રહેશે
જૂનાગઢ તા. ૩૧
ગિરનાર રોપ-વે ખાતે મેઈન્ટેનન્ટની કામગીરી સબબ આગામી તા. ૧ર થી ૧૮ એપ્રિલ દરમ્યાન રોપ-વે સેવા બંધ રહેશે જેની પ્રવાસી જનતાએ નોધ લેવા એક યાદીમાં જણાવેલ છે. ગિરનાર પર્વત પર સૌથી મોટો રોપ-વે કાર્યરત છે જેનું સંચાલન ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવી રહયું છે. રોપ-વે મારફત અંબાજી માતાજીનાં દર્શનાર્થે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.


