દિલ્હીમાં આતંકવાદી હુમલાનું હાઈ-એલર્ટ

દિલ્હીમાં આતંકવાદી હુમલાનું હાઈ-એલર્ટ

નવી દિલ્હી તા.૧૩: 
દિલ્હી-એનસીઆર સહિત દેશભરના મુખ્ય શહેરોમાં આતંકવાદી હુમલાનો ખતરો મંડરાયેલો છે. ઓપરેશન સિદૂર અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ ચેતવણી જારી કરવાની સાથે હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાનો ખતરો દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારો, ખાસ કરીને શોપિગ બજારો, વિદેશીઓની અવરજવરવાળા વિસ્તારો અને ધામિર્ક સ્થળોને 
લગતો છે. આ ગુપ્તચર ચેતવણી તહેવારોની સીઝન સાથે સંબંધિત છે.