દીવાળીનાં તહેવારોને મોંઘવારીનો માર

તહેવારો નજીક આવી રહયા છે પરંતુ જાેઈએ તેવી ખરીદી નથી - દરેક ચીજવસ્તુઓમાં ભડકે બળતા ભાવોની બજારો પર વિપરીત અસર

દીવાળીનાં તહેવારોને મોંઘવારીનો માર

જૂનાગઢ તા. ર૩
દીવાળીનાં તહેવારો આડે ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે ત્યારે બજારોમાં તહેવારોની જાેઈએ તેવી ખરીદી હજુ નીકળી નથી. છેલ્લા દિવસોમાં બજારોમાં સારી ખરીદી નીકળે તેવી આશા છે. જાે કે હાલ તો બજારોમાં ખરીદીનો માહોલ હજુ શરૂ થયો નથી અને બજારો બપોરના ૧ર થી ૬ દરમ્યાન તો સુમસામ જાેવા મળે છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં આજે તહેવારોની મોસમ પુરેપુરી શરૂ નથી થઈ અને તહેવારોની ખરીદી હજુ નીકળી નથી. બજારોમાં લોકોની પાંખી અવરજવર છે.‘ખરીદી’નો ઉછાળો ન આવવાનું કારણમાં આજે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભાવવધારો મનાઈ છે. આજે લગભગ દરેક ચીજવસ્તુઓમાં રૂપિયા પાંચથી લઈ રૂા.૧૦ સુધીનો ભાવવધારો રહયો છે. સીંગતેલના ડબ્બાની જાે વાત કરીએ તો રૂા.૩૦૦૦ થી વધારે તેનો ભાવ છે. આ ઉપરાંત રોજીંદા વપરાશની વસ્તુઓમાં દુધ, દહી, છાશ, ઘી, ચટણી, ખાંડ, ઘઉં, બાજરો, કઠોળ અને શાકભાજી, ફ્રુટમાં પણ ભાવવધારો સામે આવ્યો છે. કપડા, કટલેરી અને કરીયાણું, સોના-ચાંદીના ઉંચકાયેલા ભાવો, ઉપરાંત ઈલેકટ્રીક આઈટમો, બુટ, ચંપલ, સાવરણીથી  લઈ રેતી, સિમેન્ટ, લોખંડ, કલર સહીતનાં મોટાભાગની ચીજાેમાં ભાવવધારો તેમજ મજુરી કામમાં વધારો, આરોગ્ય માટેની દવાઓ મોંઘી, આમ લોકોને સ્પર્શતી તમામ ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારાને કારણે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બનતું જાય છે. દિવસે ને દિવસે મોંઘવારીનો માર વધતો જઈ રહયો હોવાનાં કારણે મોંઘવારીની અસર માર્કેટ પર પડી રહી છે. નવરાત્રીનાં તહેવારોની ઉત્સાહભેર ઉજવણી થયા બાદ હવે દીવાળીનાં તહેવારો નજીક આવી રહયા છે. નવરાત્રી દરમ્યાન ખાસ કરીને શ્રીફળથી લઈ ચુંદડી, પૂજાની વસ્તુઓ તેમજ ફરાળી વસ્તુઓની ખરીદી રહી હતી. દશેરામાં ફરસાણ, મીઠાઈમાં જાેઈતી ઘરાકી રહી હતી. હવે દીવાળીનાં તહેવારો નજીક આવી રહયા છે પરંતુ આ વર્ષે મોંઘવારીનાં માર વચ્ચે બજારોમાં ઘરાકી હજુ જાેઈએ તેવી ખુલી નથી. ખાસ કરીને બપોરના ૧ર થી સાંજના ૬ સુધીનો સમયગાળો બજારોમાં પાંખી લોકોની અવરજવર અને સુમસામ ભાષી રહી છે. જાે કે દીવાળીનાં દિવસો જેમ જેમ નજીક આવતા જશે તેમ ઘરાકી નીકળશે તેમ મનાઈ છે. તા.૮ નવેમ્બરના રોજ દિવાળીનું પર્વ છે. ત્યારે તા.૧ લી નવેમ્બરથી બજારોમાં તેજી શરૂ થાય તેમ મનાઈ છે. તા.૧ નવેમ્બરથી તા.૮ નવેમ્બર સુધીમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓનો પગાર થઈ જતો હોય છે. તેમજ સરકારશ્રી દ્વારા તમામ વિભાગનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની જાહેરાત પ્રમાણે મળવા પાત્ર રકમ મળી જાય છે. જેના લઈને આગામી દિવસોમાં બજારોમાં ખરીદી નીકળે તેવી વેપારીઓને આશા છે.