દેશની તિજાેરીમાં વિદેશથી બહુ મોટી રકમ આવી રહી છે : અર્થવ્યવસ્થા ચકાચક
નવી દિલ્હી તા.૧૯:
નાણાકીય અહેવાલ અનુસાર ભારતની તિજોરીમાં વિદેશમાંથી ખૂબ સારી એવી રકમ આવી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થા એક ખૂબ સારા પોઝિટિવ તબક્કામાંથી પસરા થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ ૫૦ અબજ ડોલરના શાનદાર આંક સાથે જમા થઈ ગયું છે. સરપ્લસનો અર્થ થાય છે બચત અથવા તો વધારાની રકમ. દેશમાંથી જેટલી રકમ બાહર જઈ રહી છે એની તુલનામાં, તે રકમની સરખામણીમાં એનાથી ઘણી રકમ વિદેશથી ભારતની તિજોરીમાં જમા થઈ રહી છે. ટૂંકમાં વિદેશમાંથી મળતું ફંડ વધારે છે, જ્યારે નિકાસની રકમ એના કરતા ઘણી ઓછી છે. આનો ફાયદો એ થાય છે કે, ચાલુ ખાતામાં જીડીપી આશરે ૧ ટકા સુધી જ સિમિત છે.


