નકલી IDથી સીમકાર્ડ ખરીદવા-વેચવા પર રૂા.પ૦ લાખનો દંડ અને ૩ વર્ષની જેલ

નકલી IDથી સીમકાર્ડ ખરીદવા-વેચવા પર રૂા.પ૦ લાખનો દંડ અને ૩ વર્ષની જેલ

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૨
દૂરસંચાર વિભાગે ૨૧ સપ્ટેમ્બરે નવી એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે નકલી IDથી સિમ ખરીદવા અથવા વેચવા પર કે મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ કરવા પર ૩ વર્ષની જેલ અને રૂા.૫૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે.
સરકારે સલાહ આપી છે કે તમામ નાગરિકો સંચાર સાથી પોર્ટલ અથવા એપ પર જઈને તરત જ તપાસ કરે કે તેમના ID પર તેમની જાણકારી વિના કોઈ અજાણ્યો મોબાઈલ નંબર સક્રિય તો નથી.
દૂરસંચાર વિભાગે આ પગલું છત્તીસગઢમાં થયેલા એક મોટા સાયબર ફ્રોડ બાદ ઉઠાવ્યું છે. ત્યાં એક સિમ વેચતા એજન્ટે લોકોના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરીને તેમની જાણ વગર ૨૫ નકલી સિમ સક્રિય કરી નાખ્યા હતા.
મામલો સામે આવતાની સાથે જ ટેલીકોમ વિભાગે એજન્ટને બ્લેકલિસ્ટ કરી દીધો અને રી-વેરિફિકેશનમાં નિષ્ફળ રહેતાં તમામ ૨૫ નકલી નંબરોને તરત જ બંધ કરી દીધા હતા.