નરસિંહ મહેતા સરોવર ખાતે આવતીકાલે સેવા જ્યોતિયાત્રાનું આયોજન
ટ્રાફિક નિયમન માટે ત્રણ રસ્તા પર બપોરના ૧૨ વાગ્યા સુધી અવરજવર બંધ
જૂનાગઢ તા.૬
જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવ ખાતે સેવા જ્યોતિ યાત્રાનુ આવતીકાલ તારીખ ૭ ઓક્ટોબરના રોજ આયોજન થનાર છે. જેને કારણે ટ્રાફીક નિયમન માટે બપોરના ૧૨ કલાક સુધી શહેરના ત્રણ રસ્તા પર વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવી છે.
જેમાં ત્રિમૂર્તી હોસ્પિટલથી તળાવ દરવાજા તરફ જતા રસ્તો, તળાવ ફાટકથી શહીદ સ્મારક તરફ જતો માર્ગ અને જલારામ સોસાયટીથી તળાવ દરવાજા તરફ જતા માર્ગ પર વાહનોની અવર-જવર બંધ રહેશે. આ ત્રણ રસ્તા બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન લોકોએ સરદારબાગ તરફથી એસટી સર્કલ રોડ, જયશ્રી રોડ, વૈભવ ફાટક તેમજ એમ.જી.રોડ તેમજ પોલીસ હેડક્વાટર ફાટક અને જયશ્રી રોડ પરનો વૈકલ્પિક રસ્તો જાહેર કર્યો છે. આમ સેવા જ્યોતિ યાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા ૭ ઓકટોબરના રોજ ટ્રાફિકનુ નિયમન જળવાય એ માટે વાહન ચાલકો માટે રસ્તાઓ બપોરના ૧૨ વાગ્યા સુધી બંધ કર્યા છે.


