નરસિંહ મહેતા સરોવર ખાતે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા શહેરની સૌપ્રથમ ખુલ્લી લાઇબ્રેરી સ્થાપિત
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.20
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર ખાતે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા શહેરની સૌપ્રથમ ખુલ્લી લાઇબ્રેરી સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં મેયર, ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, કમિશ્નર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુક્તધારા ફાઉન્ડેશન અને “વાંચન વલોણું”ના સકારાત્મક અને નિ:સ્વાર્થ પ્રયાસોને બિરદાવતાં જણાવ્યું કે, પુસ્તક અને વાંચન માટેની આવી પહેલ શહેરમાં નવી દિશા આપશે. “વાંચે જૂનાગઢ” અભિયાન અંતર્ગત નગરજનો, યુવાનો અને વિદ્યાર્થીઓમાં વાંચનની ભાવના વિકસશે, તેઓ વિચારશે અને જ્ઞાનવિહાર કરશે તેમાં કોઈ શંકા નથી.


