નેહલ શુકલ રાજકોટનાં નવા મેયર : વડોદરાનાં મેયર ગીતા મકવાણા

નેહલ શુકલ રાજકોટનાં નવા મેયર : વડોદરાનાં મેયર ગીતા મકવાણા

અમદાવાદ તા. ર૮ :

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાનાં મેયર તરીકે ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ જયારે દંડક તરીકે વિજય ચૌહાણની વરણી થઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપે સામાજિક સમીકરણો અને સંગઠનની પકડ મજબૂત રાખતા નવા નામો પર મહોર મારી દીધી છે. વડોદરામાં આ વખતે મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપાઈ છે. તે સાથે જ વલસાડ-વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
જયારે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની રેસનો આખરે અંત આવ્યો છે. જેમાં મેયર તરીકે નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળિયાનો સમાવેશ થાય છે.