પોતાના જ દેશમાં ટ્રમ્પ ઘેરાયા ટેરિફ મામલે અમેરીકાના રપ રાજ્યોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો

પોતાના જ દેશમાં ટ્રમ્પ ઘેરાયા ટેરિફ મામલે અમેરીકાના રપ રાજ્યોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો

(એજન્સી)         વોશિંગ્ટન, તા.૪
દુનિયાભરના દેશો ટેરિફ વોર માંડનારા અને ઇરાન પર હુમલા જેવા ર્નિણયોથી અમેરિકામાં જ ઘેરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે પોતાના જ દેશના ૨૫ રાજ્યોએ મોરચો ખોલ્યો છે. ભારત સહિત ૬૦ દેશો પર નવા ટેરિફ લાદવા સબબ ટ્રમ્પ વિરૂધ્ધ અદાલતમાં કેસ દાખલ કર્યો છે.
આ ટેરિફ ગેરકાયદે ગણાવીને તેના પર તાત્કાલીક અસરથી રોક લગાવવાની માંગ કરી છે. આ કદમથી અમેરિકી પરિવારો તથા વ્યવસાયો પર બોજ વધવાની દલીલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાથી વિપરીત બળજબરીપૂર્વકનો આ ટેક્સ છે. ભારત સહિત ૬૦ દેશો પર ૧૦ થી ૧૨.૫૦ ટકા ટેરિફ જાહેર કરાયાનું ઉલ્લેખનીય છે.
સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ લાદવામાં આવેલા કામચલાઉ ટેરિફની મુદત પૂરી થઈ રહી હતી ત્યારે આ નવો ટેરિફ અમલમાં આવ્યો હતો.
કેસનું નેતૃત્વ કરી રહેલા ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સે જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં કેસ હાર્યા પછી વહીવટીતંત્ર ફરી એકવાર નવા ટેરિફ દ્વારા સામાન્ય પરિવારો અને વ્યવસાયો પર ગેરકાયદેસર કરનો બોજ લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે."