પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં આગામી અષાઢી બીજ રથયાત્રા તહેવાર અંગે શાંતિ સમિતિની બેઠક મળી
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.14
સોમનાથ- પ્રભાસ -પાટણ પોલીસ સ્ટેશનમાં શહેરના નાગરિકોની શાંતિ સમિતિની એક બેઠક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.રાઠોડના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં આગામી રથયાત્રા તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભાઈચાર સાથે સુલેહ શાંતિથી ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવા સહકાર આપવા જણાવ્યું હતું. આ મિટિંગમાં હિંદુ- મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સહયોગ તથા સહકાર આપશો તેવું જણાવ્યું હતું.


