સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને મોગરાના પુષ્પોનો દિવ્ય શણગાર

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને મોગરાના પુષ્પોનો દિવ્ય શણગાર

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૮
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરધામ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. ઉનાળાની આ ઋતુમાં દાદાને શીતળતા બક્ષતામોગરાના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને મોગરાના ફૂલોના અત્યંત કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને મોગરા અને ગુલાબના સુગંધિત પુષ્પોથી સુશોભિત કરી મનમોહક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. સવારે ૫:૩૦ કલાકેમંદિરના પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે ૭ કલાકેપ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. કેરીઓનો અન્નકૂટદાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. શનિવાર હોવાથી વહેલી સવારથી જ હજારો હરિભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોગરાની ભીની સુગંધ અને દાદાના દિવ્ય મુખારવિંદના દર્શન કરીને તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.