પશ્ચિમ બંગાળના બીરભુમ જીલ્લામાં હોટલમાં આગ લાગતા ૭ના મોત
(એજન્સી) બીરભૂમ તા.૧૭:
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક ખાનગી હોટલમાં ભીષણ આગ લાગી છે. અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. ઘટનાની માહિતી મળતાં, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને ભારે પ્રયાસો પછી આગ પર કાબુ મેળવ્યો. ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે તારાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળાવના કિનારે આવેલી બિદિશિની હોટલના ગ્રાઉન્ડ ફલોર પર આગ લાગી હતી. શોર્ટ સકિર્ટને કારણે આગ લાગી હોવાની શંકા છે.


