બજેટ 2026 : 3 આયુર્વેદીક એઈમ્સ, 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, કેન્સરની દવાઓ પર કસ્ટમ ડ્યૂટિ ફ્રી થશે.

બજેટ 2026 : 3 આયુર્વેદીક એઈમ્સ, 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, કેન્સરની દવાઓ પર કસ્ટમ ડ્યૂટિ ફ્રી થશે.

દિલ્લી, તા. ૧

આજ રોજ ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ આગામી નાણાકીય વર્ષ (૨૦૨૬-૨૦૨૭)માટે પોતાનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યુંકે આવનાર નાણાકીય વર્ષનું આ બજેટ યુવશક્તિ થી પ્રેરિત છે અને ત્રણ ખાસ કર્તવ્યો પર આધારિત છે .

હાલ ઉદ્યોગપતિ, શેર બજાર અને કરદાતાઓની નજર આવતા નાણાકીય વર્ષના બજેટ દરમ્યાન થનાર જાહેરાત પર ટકેલી છે ત્યારે, નાણામંત્રી નિર્મલા સીતરમણ દ્વારા સૌ પ્રથમ સરકારનું અર્થ તંત્ર રિપોર્ટ કાર્ડ રજૂ કરાયુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં ટ્રેડ અને સપ્લાઈમાં ખૂબ મુશ્કેલી આવતી રહી છે તેમ છતાં ભારત વિકાસ તરફ ડગલાં માંડતુ રહ્યું છે. તેમજ ભારતે આત્મનિર્ભર બની પોતાની મેન્યુફેક્ચરિંગ અને ઉર્જા સુરક્ષા વધારી છે જેના લીધે સમાન મંગવવાની નિર્ભરતા ઘટી છે, તેમજ છેલ્લા બાર વર્ષમાં ભારતનું અર્થ તંત્ર સ્થર રહ્યું છે અને મોંઘવારી નિયંત્રણમાં રહી છે. તેમજ પાછળ સુધારાને કારણે ભારત ૭% વિકાસદર કરી રહ્યું છે તેથી ગરીબી ઘટાડવામાં મદદ મળી રહી છે.

તેમણે વધુ માં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ બજેટના મુખ્ય ઉદ્દેશ્યમાં પ્રોડક્ટિવિટી વધારીને આર્થિક વિકાસને વધુ વેગ આપવો, લોકોની ક્ષમતા અને કાબેલિયત વધારી દેશની પ્રગતિમાં સામેલ કરવા, દરેક ક્ષેત્ર અને પરિવારને કમાણી માટેના પૂરતા સંસાધન અને તકો ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

તેમજ તેમણે જણાવ્યું હતું કે આ વર્ષ દરમ્યાન સરકારની વધુ પડતું ધ્યાન જૂના બંધ પડી ગયેલા ઔદ્યોગિક ક્ષેત્રોને ફરી જીવંત કરવા, નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્લોબલ બનાવવા તેમજ રસ્તા, રેલ્વે અને અન્ય જરૂરી સુવિધાને મજબૂતી આપવી, શહેરોને વેપાર અને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવા, નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદનની ક્ષમતા વધારવી અને દેશની લાંબાગાળાની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર રહેશે.

આ દરમ્યાન તેમણે અન્ય જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષ (૨૦૨૬-૨૭) માટે રૂ. ૧૨.૨ લાખ કરોડનો નક્કી કરવામાં આવ્યો છે. તેમજ દેશમાં મોટા ટેક્સટાઈલ પાર્કસ બનાવવામાં આવશે, તમિલનાડુ, ઓડિશા અને કેરળમાં ખનીજો માટે વિશેષ કોરિડોર બનાવશે જેમાં આંધ્રપ્રદેશને જોડવામાં આવશે, ૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજના શરૂ કરાશે તેમજ તે અંતર્ગત ત્રણ નવી સંસ્થા ખુલશે, મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના સ્પેરપાર્ટ બનાવવા માટે નું બજેટ વધારીને ૪૦,૦૦૦ કરોડ કરાયું છે, થોડા સમયમાં ભારત સેમીકંડકટર મિશન ISM 2.0 લોન્ચ કરશે તેમજ પશ્ચિમ બંગાળના ડાનકુની માટે નવા માલગાડી કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે તેમજ અન્ય 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, 3 આયુર્વેદિક એઈમ્સ, કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યૂટિ ફ્રી કરવી જેવી જાહેરાત કરવામાં આવી હતી.