બાબા રામદેવની પતંજલિ ફૂડને રૂા. 1353 કરોડની GST નોટીસ : રોકાણકારોમાં ગભરાટ

બાબા રામદેવની પતંજલિ ફૂડને રૂા. 1353 કરોડની GST નોટીસ : રોકાણકારોમાં ગભરાટ

નવી દિલ્હી તા.28
યોગ ગુરૂ બાબા રામદેવ સાથે સંકળાયેલી કંપની પતંજલિ ફૂડ્સ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે, કંપનીને રૂા. 1,353 કરોડની ભારે GST ડિમાન્ડ નોટિસ મળી છે. ચેન્નાઈ ટેક્સ વિભાગની આ નોટિસે રોકાણકારો અને બજાર બંનેનું ધ્યાન ખેંચ્યું છે. આ સમાચાર આવતાની સાથે જ કંપનીના શેર દબાણમાં આવી ગયા, અને પતંજલિ ફૂડ્સનો સ્ટોક લગભગ 2.5% ઘટીને રૂા.454 પર બંધ થયો હતો. એક અહેવાલ મુજબ, કંપનીને નાણાકીય વર્ષ 2022-23 દરમ્યાન કથિત ટર્નઓવર મેળ ખાતી નથી અને TDS કપાતમાં વિસંગતતાઓ અંગે આ નોટિસ મળી છે. કર વિભાગે કંપનીના જાહેર કરેલા વેચાણના આંકડા અને કર રેકોર્ડ વચ્ચે વિસંગતતાઓનો આરોપ લગાવ્યો છે. નોટિસમાં CGSTમાં રૂા. 676.46 કરોડ અને SGSTમાં રૂા. 676.46 કરોડની માંગ કરવામાં આવી છે. રૂા.135.29 કરોડનો દંડ અને 18% વ્યાજ પણ ઉમેરવામાં આવ્યું છે. કેસની કુલ રકમ રૂા.1,352.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. જાેકે, પતંજલિ ફૂડ્સે સ્પષ્ટતા કરી છે કે તે તેના કર સલાહકારો સાથે મળીને આ નોટિસનો જવાબ તૈયાર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે તેની પાસે પોતાનો કેસ મજબૂત રીતે રજૂ કરવા માટે પૂરતા પુરાવા છે અને હાલમાં કોઈ મોટા નાણાકીય નુકસાનની અપેક્ષા નથી. કંપનીએ એમ પણ કહ્યું કે તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અંતિમ ર્નિણય લેવામાં આવશે.