બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર અંતર્ગત રાષ્ટ્રીય સેમિનારમાં સહભાગિતા

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર અંતર્ગત રાષ્ટ્રીય સેમિનારમાં સહભાગિતા

જૂનાગઢ તા. ૧૦
 બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ દ્વારા આચાર્ય ડો. જે. આર. વાંઝા સાહેબના માર્ગદર્શન હેઠળ તૃતીય વર્ષ વિનયન (B.A.) શાખાના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ‘લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર‘નું તા.૦૭/૦૩/૨૦૨૬ના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વ્યાવહારિક અને રાષ્ટ્રીય સ્તરનું જ્ઞાન પૂરૂં પાડવાનો હતો.
આ સ્ટડી ટુર અંતર્ગત ધારી ખાતે આવેલ યોગીજી મહારાજ વાણિજ્ય અને વિનયન મહાવિદ્યાલયમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦‘ (NEP ૨૦૨૦) ની થીમ પર આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં કોલેજના ૭૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે યુપીએસસી (UPSC) ના પૂર્વ ચેરમેન મનોજ સોની અને અધ્યક્ષ સ્થાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં સક્રિય રીતે ભાગ લેનાર તમામ ૭૪ વિદ્યાર્થીઓને વિશેષ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
સેમિનાર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ ગળધરા ખોડિયાર ખાતે ખોડિયાર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ, તમામ વિદ્યાર્થીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓએ ઇન્ટરપ્રિટેશન પાર્ક મારફતે એશિયાટિક સિંહોની પ્રકૃતિ, તેમની વિવિધ પ્રજાતિઓ, વર્તમાન સમયમાં સિંહોની અંદાજિત સંખ્યા અને જંગલના ઇકોસિસ્ટમ (પર્યાવરણ તંત્ર) વિશે વિસ્તૃત અને રસપ્રદ માહિતી મેળવી હતી અને સિંહ દર્શનનો અદભુત લ્હાવો લીધો હતો.
આ સમગ્ર સ્ટડી ટુરમાં તૃતીય વર્ષ વિનયન શાખાની ૫૧ વિદ્યાર્થીની બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ જાેડાયા હતા. આ પ્રવાસના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તરીકે ભાવસિંહ બારડ દ્વારા ઉત્કૃષ્ટ સંચાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓના માર્ગદર્શન, સલામતી અને વ્યવસ્થાપન માટે સિનિયર પ્રાધ્યાપક આર. એચ. પરમાર, ડો. દીનાબેન લોઢીયા, ડો. ભરત રાઠોડ, પ્રાધ્યાપક ભાવિક ચાવડા તેમજ અમિતભાઈ આચાર્ય વગેરે સ્ટાફ મિત્રો સતત વિદ્યાર્થીઓ સાથે રહ્યા હતા. સુંદર આયોજન કરીને આ શૈક્ષણિક પ્રવાસને અત્યંત સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની આ ભવ્ય સફળતા બદલ કોલેજના આચાર્યએ જાેડાયેલ તમામ પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.