ભેસાણ માર્કેટિંગ યાર્ડ દ્વારા મૃતક ખેડૂતના પરિવારને સહાયનો ચેક અર્પણ
(પ્રતિનિધિ દ્વારા) ભેંસાણ, તા.૧૦
ભેસાણના મોરવાડા ગામના ખેડૂત રતિલાલ ભાયાણીનું અકસ્માતે મૃત્યુ થતાં તેમના ધર્મ પત્નીને માર્કેટિંગ યાર્ડ દ્વારા રૂપિયા ૫૦ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે ચેરમેન વજુભાઈ મોવલીયા અને ડિરેક્ટર નટુભાઈ પોંકીયા, બાબુભાઈ હિરપરા અને મનસુખભાઈ મોરલીયા ઉપસ્થિત રહેલ હતા.


