માંગરોળના રઈજ પાસે બસ પલટી મારી જતા બેના મોત. 27 જેટલા ઘાયલ
ભાવનગરના ટૂરીસ્ટ દ્વારકા થી સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં નિલગાય આવી જતા સર્જાયો અકસ્માત
માંગરોળ તા. 02
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક રઈજ પાસે ખાનગી બસ પલટી મારી જતા બે ના મોત નિપજ્યાં છે. જ્યારે 27 જેટલા થયા છે. અકસ્માતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. માંગરોળ મામલતદાર, ડીવાયએસપી, માંગરોળ પોલીસ, મરીન પોલીસ, શીલ પોલીસ અને એસઓજી સહીતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે,શનિવારે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ માંગરોળના પોરબંદર રોડ પર રઈજ ગાર્ડન પાસે દ્વારકા થી આવી રહેલી અંદાજિત 50 જેટલા દર્શનાર્થીઓ લઈને આવી રહેલી ખાનગી બસ પલટી મારી ગઈ હતી. જેમા 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમા બે મહીલા ઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે 25 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મરણજનાર સહિત બેના હાથ કપાઈ ગયા હતા.
ગંભીર અકસ્માતની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના 50 જેટલા દર્શનાર્થીઓ ખાનગી બસમા દ્વારકા મંદિર ના દર્શન કરવા માટે ગયા હતા. જ્યા એક દિવસ રોકાયા બાદ પરત સોમનાથ મંદિરે દર્શન કરવા પરત ફરી રહ્યા હતા હતા. એ દરમિયાન માંગરોળ નજીક રઈજ ગાર્ડન પાસે માંગરોળથી શીલ જઈ રહેલા બાઈક ચાલકને આડે અચાનક નિલગાય (રોઝડું) આવી જતા બાઈક ચાલકે કાબુ ગુમાવી દિધો હતો. એ દરમિયાન સામેથી આવી રહેલી દર્શનાર્થીઓની બસે બાઈક ચાલકને બચાવવા જતા બસ રોડ પરથી નિચે ઉતરી પલટી મારી ગઈ હતી. પરિણામે બાઈક ચાલક સહિત બસમાં સવાર મોટા ભાગના મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે રોઝડાનું પણ મોત નિપજ્યું હતુ. બસને જેસીબીની મદદથી ઉભી કરવામાં આવી હતી. તમામ ઘાયલોને બસના કાચ તોડીને બહાર સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા. એક માહિતી મુજબ આ અકસ્માતમાં મરણજનાર સહિત બે વ્યક્તિના હાથ પણ કપાઈ ગયા હતા. જ્યારે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હાલ માંગરોળ પોલીસ અને વહીવટી તંત્ર મૃતકો અને ઘાયલોની ઓળખ અને મદદગારી ની કામગીરી કરી રહી છે. 108, સરકારી અને ખાનગી સહિત લગભગ પંદર જેટલી એમ્બ્યુલન્સો કામે લાગી હતી. 21 ઈજાગ્રસ્તોને જૂનાગઢ રીફર કરવામા આવ્યા છે. જ્યારે બાકીના માંગરોળ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.
ઘટનાની જાણ થતાં માંગરોળ મામલતદાર વૈભવીબા મોરી , ડીવાયએસપી દિનેશ કોડીયાત્તર, માંગરોળ પોલીસ ના પીએસઆઇ આરડી રોહીત, ભાવેશભાઇ છેલાણા, મરીન પોલીસ, આઈબી ના અશોકભાઈ ડેર, શીલ પોલીસ જુનાગઢ એસઓજી તેમજ માંગરોળ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.





